ત્રણ અલગ-અલગ ઘરોમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને 100% મુદામાલ સાથે ઝડપી લેતી ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન ટીમ
શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રેલ્વેઝ ગુજરાત રાજય અમદાવાદ તથા શ્રી બલરામ મીણા સાહેબ પોલીસ અધિક્ષક પ.રે. અમદાવાદ તથા શ્રી સી.પી.મુંધવા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી પ.રે.અમદાવાદ નાઓએ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થતી ચોરી અટકાવવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આર.સોલંકી ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફને મિલ્કત વિરૂધ્ધના ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૯૯૪૦૦૪૨૪૦૦૮૨/૨૦૨૪ BNS કલમ- ૩૦૫ (એ), ૩૩૧ (૩),(૪) મુજબ નો ગુનો તા-૦૮/૧૨/૨૦૨૪ ના ક. ૦૦/૪૦ વાગ્યે દાખલ થયેલ હોય જે ગુનામાં
(૧) કવાટર્સ નં.૩૭/બી માથી સોનાની ચેઈન ૧૦ ગ્રામ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા કાનમાં પહેરવાની સોનાની બાલી નંગ-૦૨ કિ.રૂ.૫૦૦૦/-હતી તથા રોકડ રૂ.૫૦૦૦/- તથા પરચુરણ સામાન મળી કિ.રૂ.૭૧૫૦૦/-
(૨) કવાટર્સ નં.૨૪/એ રોકડ રૂપીયા-૨૫૦૦/- તથા ઘડીયાળ આસરે-કિ.રૂ. ૨૦૦૦/- કુલ કિ.રૂ.૪૫૦૦-
(૩) કવાટર્સ નં.૨૪/ડી માથી રોકડ રૂ.૧૨૦૦૦/- તથા ઘડીયાળ કિ.રૂ.૨૦૦/-કુલ કિ.રૂ.૧૨૨૦૦/-
એ રીતેના ત્રણેય કવાટર્સ માથી અલગ-અલગ તારીખે, સમયે કુલ રૂ.૮૮૨૦૦/- મતાનો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા અંગે ઉપરોક્ત ગુના રજી.નંબરથી ગુનો નોંધાયેલ હોય જે ગુનામાં આરોપી નામે- રાજ S/O માવજીભાઇ જાતે-બલદાણીયા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે- કેવલ રેસીડન્સી સુથાર ફળીયુ ગામ-શિણાય, તા-ગાંધીધામ જી-કચ્છ વાળા આરોપીને ઉપરોક્ત ગુન્હા કામે ચોરાયેલ તમામ મુદ્દમાલ સાથે ઝડપી લઇ 100% મુદ્દામાલ રિકવર કરી સારી કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર
(૧) પો.ઇન્સ. શ્રી પી.આર.સોલંકી
(૨) ASI અરજણભાઇ સોમાભાઇ
(3) HC અમરદીપસિંહ કિરીટસિંહ
(૪) HC મોહનભાઇ દામજીભાઇ
(૫) PC કાનાભાઇ મનસુખભાઈ
(9) PC પ્રવિણભાઇ જીવાભાઇ
(૭) LR શૈલેષભાઇ માદેવભાઇ