નવા કકરવામાં રહેતા બે યુવાનોને ઉપાડી જઇ આઠ શખ્સોએ ધોકાથી ઢીબી નાખ્યા

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ નવા કકરવામાં રહેતા બે યુવાનોને ઉપાડી જઇ આઠ શખ્સોએ હુમલો કરી દીધો હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે નવા કકરવામાં રહેતા શામજી વેરા ઉંદરીયા દ્વારા પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી મુંબઇ ભીવન્ડી ખાતે નોકરી કરે છે ગત તા. 8-12ના તે અહીં આવી પોતાના ઘર નજીક  હતો તે દરમ્યાન આરોપી શખ્સોએ ત્યાં આવી તારો ભાઇ દિનેશ યુવતીને લઇ ગયેલ છે. તેવો અમને વહેમ છે તે અંગે વાત કરવાની હોવાનું જણાવી ફરિયાદી તથા તેના ભત્રીજા શામજી માદેવા ઉંદરીયાને ગાડીમાં બેસાડી વાડીએ લઈ ગયેલ હતા. બાદમાં આ બંનેને જુદી જુદી જગ્યાએ લઇ જઇ ધોકા વડે ઢીબી નાખ્યા હતા. ઉપરાંત તેમણે વીડિયો પણ બનાવાયો હતો.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.