મુંદ્રાના ગામમાં સગીરા સાથે દુષ્કર્મ આંચરનાર હવસખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મુંદ્રાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મ આંચરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ભોગ બનનાર સગીરાએ ગત દિવસે પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર એકાદ વર્ષ દરમ્યાન આરોપી ઈશમએ ફરિયાદીને ફોસલાવી સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. ઉપરાંત આ મામલે કોઈને પણ જાણ ન કરવી નહીં તો મા-બાપને મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપસ આરંભી છે.