‘ચોરો કે ભી તો ઉસૂલ હોતે હૈં..’ : મધ્ય પ્રદેશમાં સામે આવી અનોખા ચોરની અનોખી ચોરી
મધ્ય પ્રદેશમાં એક અનોખી ચોરી સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજગઢ જિલ્લામાં જીરાપુર-માચલપુર રોડ પર આવેલ પેટ્રોલ પમ્પમાં મોડી રાત્રીના અરસામાં એક ચોર ઑફિસમાં ઘૂસ્યો હતો. આ ચોર ઓફિસમાં ઘૂસતા બારણું બંધ કરીને પાછો ફર્યો ત્યારે ત્યાં આવેલ મંદિર નજર પડતાં આ ચોરે મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા, પૂજા કરી એ પછી કબાટમાંથી ૧.૫૦ લાખ રૂપિયા સેરવી અને ફરાર થઈ ગયો. અનોખા ચોરની અનોખી ચોરીની આ હરકત સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.