અંજાર તાલુકાના ચાંદ્રોડા નજીક ટ્રેક્ટર હડફેટે બાઈકચાલકનું મોત

copy image

copy image

  અંજાર તાલુકાના ચાંદ્રોડા નજીક ટ્રેક્ટરના ચાલકે બાઈકને હડફેટમાં લેતા બાઈક ચાલક યુવાનનું મોત નીપજયું હતું. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામનો હર્ષ કિશન મહેશ્વરી નામનો યુવાન ગત દિવસે સવારે બાઈક લઈને મુંદ્રા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન ચાંદ્રોડા ગામ નજીક ટ્રેક્ટર ટ્રોલી વાળાના ચાલકે અચાનક માર્ગ ઓળંગતાં તેની બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે ટ્રેક્ટરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની  વધુ તપાસ  આરંભી છે.