અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેતા 27 વર્ષીય યુવાનનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત
અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેતા 27 વર્ષીય યુવાનએ કોઈ કારણે પાણીના ટાંકામાં પડી જતાં જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ વરસામેડીની ચૌધરી કોલોનીમાં રહેતો 27 વર્ષીય યુવાન સંદીપ રામ આશ્રય રાજભદ્ર ગત સાંજે કોઈ અગમ્ય કારણસર પાણીના ટાંકામાં પડી ગયો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.