મુંબઇ ખાતે યોજાયેલ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ શોમાં માધાપરના સ્ટેન્ડઅપ કોમેડિયને જજ-જ્યુરીને મંત્રમુગ્ધ કર્યા

copy image

copy image

મુંબઇ ખાતે યોજાયેલ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ શોમાં માધાપરના સ્ટેન્ડઅપ કોમેડિયને પોતાની પ્રતિભાથી કચ્છનું નામ રોશન કર્યું છે. ત્યારે આ અંગે માહિતી મળી રહી છે કે માધાપરના સ્ટેન્ડઅપ કોમેડિયન કુશલ જયેશભાઇ ભાનુશાલીએ આંખની દૃષ્ટિ સ્પસ્ટ ન હોવા છતાં પણ પોતાના કોમિક ટાઇમિંગથી પ્રસિદ્ધ કોમેડિયન ભારતીસિંઘ સહિત પ્રેક્ષકો, જજ-જ્યુરીને મંત્રમુગ્ધ કરી દીધા  હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે, પ્રેક્ષકો તથા જજ તરફથી કુશલને સ્ટેન્ડિંગ ઓવેશન આપી વિજેતા જાહેર કરાયા હતા.