માધાપર માર્ગે દબાણો દૂર કરાયા
ભુજ નજીક માધાપર ધોરીમાર્ગે ટ્રાફિકને અડચણરૂપ તેમજ ભુજિયાને ફરતે લોખંડની ફેન્સિંગ નજીક દબાણો દૂર કરવામાં આવેલ હતા. તેમજ સૂત્રો જણાવી રહ્યા છે, છેલ્લા બે દિવસથી નળવાળા સર્કલથી લઇને ગણેશ કાંટાના માર્ગની બંને સાઇડમાં કરવામાં આવેલ ગેરકાયદેસર કાચાં-પાકાં દબાણો તથા દુકાનની બાજુમાં રખવામાં આવેલ છાપરા તેમજ ઝાડને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, માધાપર હાઇવે પર રસ્તા પહોળા કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાના હેતુથી આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણો દૂર કરી દેવાયા બાદ હાલમાં રસ્તો ખુલ્લો જોવા મળી રહ્યો છે. પરંતુ, આ દબાણો ફરી ઊભા ન થયા તે હવે જોવાનું રહ્યું .