નખત્રાણા ખાતે આવેલ ઉખેડા ગામમાં મંજૂરી વિના ઔદ્યોગિક હેતુથી બાંધકામ શરૂ કરી દેવાતા ગ્રામજનોમાં રોષનો માહોલ
copy image

નખત્રાણા ખાતે આવેલ ઉખેડા ગામમાં ખાનગી પવનચક્કી દ્વારા ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી કામ શરૂ કરી દેવામાં આવતા ગ્રામ પંચાયત દ્વારા નખત્રાણા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરકારના નિયમ મુજબ ખાનગી ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુસર બાંધકામ પૂર્વે મંજૂરી લેવી જરૂરી છે. ત્યારબાદ જ કોઈ પણ જમીનમાં બાંધકામ કરી શકાય છે, પરંતુ આ ખાનગી કંપની દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર વિના બાંધકામ શરૂ કરી દીધું હતું. જેથી સરપંચ, ઉપસરપંચ, ન્યાય સમિતિના ચેરમેન તથા સભ્યો અને ગ્રામજનો દ્વારા સ્થળ પર જઇને માલિકને નોટિસ આપવામાં આવેલ હતી અને કામ તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું હોવા છતાં પણ કામ બંધ ન કરીને નિયમોનું ઉલ્લંધન થયું હતું. ઉપરાંત આ માર્ગમાંના મીઠી ઝાડીઓ-વૃક્ષો કાપી દેવાયાનો પણ આક્ષેપ કરવામાં આવેલ છે. આ મામલે કડક કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરાઈ છે.