ગોડલમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો
ગોડલમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ રૂરલ એલસીબી ટીમ ગોડલ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ગોંડલમાં આવેલ ખોડીયાર સીઝન સ્ટોર દુકાનમાં તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા આરોપી ઈશમની અટક કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ચાઇનીઝ દોરીની ફીરકી નંગ ૬૧ કીમત રૂ ૯૧૫૦ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.