ગુજરાતના પારડી વિસ્તારની 19 વર્ષિય દીકરી પર દુષ્કર્મ આંચરી હત્યા કરનાર સિરિયલ કિલરને ગુજરાતમાં ચડાવવામાં આવશે ફાંસીના ફંદા પર
copy image

વલસાડમાં આવેલ પારડી ખાતે 19 વર્ષિય દીકરી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી બનેલ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અનેક રાજ્યોમાં 8 હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર ઝનૂની, ક્રૂર, નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, તેનો શ્રેય રાજ્યના નાગરિકો, ગુજરાત પોલીસ અને તમામ કોર્સને જાય છે.વધુમાં તેઓ જણાવે છે કે, ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમ વર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે. સૂત્રો જણાવી રહયા છે કે, આ સિરિયલ કિલરે કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં મળી કુલ છ ગુનાઓ આચર્યા હોવાની ઉપરાંત વધુ બે હત્યાના ગુનાઓની કબૂલાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે, દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર આઠ ગુનાઓ ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એક્ટ, સરકારી નોકર પર હુમલો જેવા અન્ય 13થી વધુ ગુનાઓ આ કિલરે કર્યા છે. આ સિરિયલ કિલરે કરેલ ગુનાઓ અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના પારડી વિસ્તારની 19 વર્ષિય દીકરી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી ગુનામાં આ ગુનેગારને ગુજરાતમાં જ કાસીની સજા થશે.