સામખિયાળી નજીકથી ફરક કરેલ ટ્રેઇલરની ટાંકીમાંથી 16,380ના ડીઝલની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર
સામખિયાળી નજીકથી ટ્રેઇલરની ટાંકીમાંથી 16,380ના ડીઝલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીધામની પાર્થ રોડલાઇન્સમાં કામ કરનાર ભગવાનસિંહ રાજપૂત ટ્રેઇલર લઇને સામખિયાળી નજીક આવેલી હક સ્ટીલ કંપનીમાં સળિયા અર્થે આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવાને કંપની બહાર રોડ પાસે ટ્રેઇલર રાખી પોતે રાતે કેબિનમાં સૂઇ ગયો હતો. બાદમાં બીજા દિવસે વહેલી સવારના સમયે વાહનમાં અવાજ થતાં સફેદ રંગની કારમાં આવેલા શખ્સો કાર લઇને રવાના થયા હોવાનું જોવા મળ્યું હતું. બાદમાં વાહનની તપાસ કરવામાં આવતા આ વાહનની ટાંકીમાંથી નિશાચરોએ રૂા. 16,308ના 180 લિટર ડીઝલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધૂ તપાસ આરંભી છે.