અમદાવાદના એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી ચાર લાખના દાગીના તેમજ 62 હજારની રોકડ રકમ  પડાવનાર ગેંગ પોલીસના સકંજામાં

copy image

copy image

અમદાવાદના એક યુવાનને હનીટ્રેપમાં ફસાવીને ચાર લાખના દાગીના તેમજ 62 હજારની રોકડ રકમ  પડાવનાર ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, અમદાવાદ ખાતે આવેલ ચાંદખેડામાં રહેતા અને એક વીમા કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવનાર આ વ્યક્તિએ થોડા માસ પૂર્વે ફ્રેન્ડ બનાવવા માટેની એક મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરતાં તે જીયા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો.થોડા દિવસોની મિત્રતા બાદ  આ યુવતીએ તેને મળવાની ઇચ્છા જાહેર કરતાં ગત તા. 22મી નવેમ્બરે તેની કાર લઇને ઉજાલા સર્કલ નજીક ગયો હતો, અને ત્યાથી તે યુવતી સાથે રાજકોટ હાઇવે પર એક હોટલમાં જઈ રહ્યો હતો.  બાદમા આ  યુવતીએ તેને નળ સરોવર તરફ કાર લેવાનું કહીને ચોક્કસ જગ્યાએ ઉભી રાખવાનું જણાવતા આ યુવાન કાર ત્યાં લઈ ગયો હતો.  તે સમયે એક વ્યક્તિ ત્યાં આવી અને તેણે પોલીસની ઓળખ આપીને મોબાઇલ  ફોન અને પર્સ લઇ લીધું હતું. ઉપરાંત તેણે પોલીસ કેસ નહીં  કરવાના બદલામાં એક લાખની માંગ કરી હતી.આરોપી ઈશમે  આ યુવક પાસે 4 ડેબીટ અને ક્રેડિટ કાર્ડ હતા તે પડાવીને પીન નંબર જાણી લીધા હતા.  જે થોડીવારમાં કાર્ડ પરત કરીને  જતો રહ્યો હતો. બાદમાં આ  જીયા પટેલ નામની યુવતીએ પણ ડરી ગયાનો ઢોંગ કરતાં તે યુવકને શંકા ન ગઇ. પોલીસના નામે તોડ કરનારે એક  જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીધ્યા  હતા. ઉપરાંત રોકડ રૂ. 62 હજાર  પણ પડાવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું સામે આવતા આ યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. જે આધારે પોલીસે આરોપી ઈશમોની ગેંગને  ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.