કુકમા ગામના બસ સ્ટેશન નજીક એસ.ટી. બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં 25 હજારનું નુકશાન

copy image

copy image

 કુકમા ગામના બસ સ્ટેશન નજીક એસ.ટી. બસ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માત અંગે એસ.ટી. બસના દીપકભાઇ પંચાસર દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 10-12ના સવારે 10:30 વાગ્યાના સમયે કુકમા બસ સ્ટેશન નજીક ફરિયાદીની બસ પાછળ ટ્રેઇલર ગાડીના ચાલકે ભટકાવી અકસ્માત  સર્જ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બસમાં પાછળના વાયરિંગને આશરે રૂા. 25000નું નુકશાન પહોંચતા ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી  આગળની  વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.