આદિપુરમાં બંધ મકાનના તાળાં તૂટ્યા : 1.62 લાખની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર
આદિપુરમાં બંધ મકાનના તાળાં તોડી 1.62 લાખની તસ્કરી થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ કેસર નગર-1, શાંનિગરના મકાન નંબર 42માં રહેતા ફરિયાદીના પત્ની ગત તા.8/11ના પોતાના માવિત્રે છોટાઉદેપુરના બોડેલી ખાતે ગયેલ હતા. બાદમાં તા.6/12ના આ ફરિયાદી પોતાની પત્નીને લેવા છોટા ઉદેપુર ગયેલ હતા. બાદમાં બીજા દિવસે પરત આવીને જોતાં તેમના મકાનના દરવાજાના તાળા તુટેલા જણાયા હતા. ઘરમાં તમામ સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતા ઘરમાથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1,62,000ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.