દ્વારકા જિલ્લામાંથી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : કુલ નવ શખ્સો છે આ કૌભાંડના રચયિતા : મુખ્ય સુત્રધારે જુદા જુદા જિલ્લાઓમાં રાખ્યા છે એજન્ટો
દ્વારકા જિલ્લામાંથી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ SOGની ટીમે ઝડપી પાડેલ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, દ્વારકાના તલાટી પાસેથી ખોટી રીતે જન્મ દાખલાઓ કઢાવી અને આ કૌભાંડ રચવામાં કુલ નવ લોકો સામેલ છે. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, આ કૌભાંડ કર્તાઓ સ્થાનિક તલાટીનો સંપર્ક સાધીને વ્યક્તિઓના જન્મની તારીખ અને અટક બંને બદલી રાખતા હતા. જાણવા મળી રહ્યું છે કે આના મુખ્ય સુત્રધારે રાજ્યના સુરત,વલસાડ, દમણ વગેરે સ્થળોએ એજન્ટો રાખ્યા હતા. સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર, વલસાડ, દમણ, દ્વારકા સહિતના નવ જેટલા આરોપીઓ આ કૌભાંડના રચયિતા છે. જે સમગ્ર મામલે દ્વારકા જિલ્લા SOGને ખાનગી રાહે બાતમી મળતા તમામ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. તો બીજી તરફ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવાનારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SOGની ટીમે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.