ભીમાસરમાં કિશોરીના અપહરણ બાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુના કામેનો આરોપી 20 વર્ષ માટે જેલમાં ધકેલાયો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે અંજાર તાલુકાના ભીમાસરમાં કિશોરીના અપહરણ બાદ તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના ગુના કામેના આરોપી ઈશમને 20 વર્ષની કેદ ફટકારવામાં આવે છે. આ કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.6/3/2020 ના ભીમાસરમાં ભોગ બનનાર દુકાને જવુ છુ તેમ કહ્યા બાદ ઘરેથી નીકળી ગયેલ કિશોરી એક કલાક બાદ પણ પરત ન આવતા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેના વિશે કોઈ પણ માહિતી મળી ન હતી. તે દરમ્યાન આરોપી શખ્સનું ઘર બંધ હાલતમાં જોવા મળી આવ્યું હતું. સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગુના કામેના આરોપીએ અગાઉ પણ પીડીત 13 વર્ષીય કિશોરીને એક બે વખત અંગત મળેલો હતો.જે અંગે ફરિયાદીને જાણ થતાં ફરીયાદીએ આરોપીને ઠપકો આપી આવુ ન કરવા સમજાવ્યુ હતું. તેમ છતાં આ આરોપી શખ્સ આ કિશોરીનુ કાયદેસરના વાલીપણામાં અપહરણ કરી લઈ જતાં તેના વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાવમાં આવેલ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટએ 20 વર્ષની સાદી કેદની સજા તથા કુલ રૂા.10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ દિવસની સાદી કેદીની સજા આપવા હૂકમ જાહેર કર્યો છે.