ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં સોની વેપારીને ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ
ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં સોની વેપારીને ઊંચા વ્યાજે રૂા. પાંચ લાખ આપી વધુ રકમની માંગ કરી ધાક ધમકી કરનાર આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી હાર્દિક રમેશ સોની તેના પિતા તથા ભાઇ અગાઉ સામખિયાળી ખાતે ભાડાની દુકાનમાં આરોપી શખ્સો સાથે ઓળખાણ થઇ હતી. જાણવા મળી રહ્યું છે કે, ફરિયાદીએ આ શખ્સો પાસેથી પાંચ ટકા વ્યાજે રૂા. પાંચ લાખ ઉછીના લીધા હતા. જેના બદલામાં રૂા. બે લાખ ભરી નાખ્યા હતા.વધુમાં ફરિયાદમાં જણાવવામાં આવેલ છે કે, છેલ્લા દશેક માસથી આ શખ્સોને હપ્તો ન આપી શકતા આરોપીઓ ધાકધમકી કરી હતી. ઉપરાંત ગત તા. 9/12ના ફરિયાદીના બનેવીનું અવસાન થતાં ફરિયાદી ત્યાં આવતા આરોપીઓએ ત્યાં આવી ધમકી આપેલ હતી. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.