અસલી વરસદારને છુપાવી ખોટાં શેર સર્ટિફિકેટના આધારે શેર ટ્રાન્સફર કરાવી લેતા ફરિયાદ નોંધવા બાબતે અરજી કરાઈ

 સૂત્રો જણાવી રહ્યા છે કે,  સિન્ધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના મૃતક શેર હોલ્ડરના વારસદાર છૂપાવી ખોટાં શેર સર્ટિફિકેટના આધારે શેર ટ્રાન્સફર મામલે ફરિયાદ નોંધવા બાબતે અરજી કરવામાં આવી છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શેર હોલ્ડરનું અવસાન થયા બાદ તેના શેરને પચાવી પાડવાના ઇરાદે આરોપીઓએ વારસદારો હોવા છતાં મુંબઈ હાઈકોર્ટમાંથી ખોટું સક્સેશન સર્ટિફિકેટ મેળવ્યા  બાદ તેના આધારે શેર ટ્રાન્સફર કરવી લીધા હતા. આ અંગે છેતરપિંડી થઈ હોવાનું વારસદારોનાં ધ્યાનમાં આવતાં  મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે આ પ્રકરણમાં હાઈકોર્ટ દ્વારા સર્ટિફિકેટ રદ કરવા હુકમ કરવામાં આવેલ છે.