ભચાઉ નજીકથી પકડાયેલ રૂા. 1.47 કરોડના ડ્રગ્સ કાંડમાં સામેલ રીમાંડેડ આરોપી પંજાબમાં થયા ફરાર
ભચાઉ ખાતે આવેલ લાકડિયા નજીકથી રૂા. 1,47,67,000ના કોકેઇન સાથે પકડાયેલા અને 14 દિવસના રિમાન્ડમાં રહેલા બે આરોપી ઈશમોને પંજાબ લઇ જવામાં આવેલ હતા.સૂત્રો જણાવી રહયા છે કે ત્યાથી પરત આવતા સમયે પોલીસ વાહનમાં પંકચર પડતાં આ બંને આરોપી ઈશમો પોલીસને ચકમો દઈ ફરાર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે નાસી જનારા આ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસની વિગતો મુજબ લાકડિયા નજીક ભારત હોટેલ સામેથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ ચાર શખ્સોને ઝડપી લઈ તેમના કબ્જાની કારમાંથી રૂા. 1.47 કરોડનો કોકેઇનનો જથ્થો કબ્જે કર્યો હતો. લાકડિયા નજીક હોટેલ ચલાવનાર મુખ્ય સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે પકડાયેલ આરોપી શખ્સોને કોર્ટમાં રજૂ કરાતાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાથમાં ન આવેલા આરોપીને પકડવા એક પી.એસ.આઇ. સહિતની બે આરોપીને લઇને પંજાબ ગઇ હતી. ભટિંડાથી પરત આવી રહેલી સામખિયાળી પોલીસના વાહનના પૈડામાં પંકચર પડી જતાં અંધારાનો લાભ લઈ આ શખ્સો પોલીસને ચકમો દઈ નાસી છૂટ્યા હતા. નાસી જનારા આ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.