નખત્રાણા ખાતે આવેલ મંજલમાંથી શરાબની 17 બોટલ સાથે એક શખ્સને પોલીસે રંગે હાથ ઝડપ્યો
નખત્રાણા ખાતે આવેલ મંજલમાંથી શરાબની 17 બોટલ સાથે શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મંજલ નજીક પહોંચ્યા હતા તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગામમાં રહેતો અશ્વિનસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામનો ઈશમ પોતાના કબ્જાના મકાન નજીક આવેલા ખંડેર અંદર ગેરકાયદેસર રીતે શરાબની બોટલોનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર જઈ રેઈડ પાડી અને આરોપી ઈશમને અંગ્રેજી પ્રકારના શરાબની જુદા જુદા બ્રાન્ડની 17 બોટલ કિં. રૂા. 10,682ના સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.