નખત્રાણામાંથી ધોળા દિવસે રોકડ રકમ સેરવાઈ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, નખત્રાણામાંથી ધોળા દિવસે રોકડ રકમ સેરવી લઈ ચોર ઈશમો નાસી છૂટ્યા હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાના ધોરીમાર્ગની સાઈડમાં આવેલાં આનંદનગર નાકા નજીક આવેલ શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં ભરબપોરે આ બનાવ બન્યો હતો. ગત દિવસે બપોરે અઢીથી ત્રણ વાગ્યા દરમ્યાન દુકાનના માલિક ઘરે જમવા ગયા હતા. બાદમાં પાછા આવતાં દુકાનના શટરનાં તાળાં તૂટેલ હાલતમાં જણાયા હતા ઉપરાંત શટર અડધૂ ખુલ્લી હાલતમાં જણાયું હતું. બાદમાં દુકાનમાં વધુ તપાસ કરતાં કાઉન્ટરના ખાનામાં પડેલા રૂા. 7 હજાર જેટલી રકમ ગાયબ જણાઈ હતી. દુકાનદારે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું તેવું સૂત્રો જણાવી રહયા છે.