ચેક પરત ફરવાના કેસમાં આરોપી મહિલાને 18 માસની કેદ

copy image

copy image

ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપી મહિલાને 18 માસની સજાનો હૂકુમ કોર્ટે જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામની જાગૃતિ જ્વેલર્સનાં પ્રોપ્રાઇટર દિલીપ વસનજી સોનીની દુકાનેથી આરોપી મહિલાએ સોના -ચાંદીના દાગીના ખરીધ્યા હતા. જેની ચુકવણીના ભાગરૂપે આપવામાં આવેલ રૂા. 1,68,500નો ચેક પરત ફર્યો હતો. બાદમાં ફરિયાદીએ ધી નેગોશિયેબલ ઇનસટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મહિલાને 18 માસની કેદની સજા અને ચેકની બમણી રકમ રૂા. 3,37,000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.