ન્યૂ દિલ્હીમાં ઈજા સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો આરોપી કોડાયપુલથી દબોચાયો

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે ન્યૂ દિલ્હીમાં ઈજા સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો આરોપીને  કોડાયપુલથી ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પકડાયેલ આરોપી ઈશમ વિરુદ્ધ ન્યૂ દિલ્હીના સીલમપુર પોલીસ મથકમાં સાત વર્ષ અગાઉ ઈજા સાથે લૂંટનો ગુનો નોંધાવવામાં આવેલ હતો. આ ગુના કામેનો આરોપી નાસતો -ફરતો હતો. તે દરમ્યાન દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ન્યૂ દિલ્હીમાં ઈજા સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો આરોપી  હાલ કોડાયપુલ જલારામ રેસ્ટોરન્ટમાં હાજર છે. મળેલ બાતમીના  આધારે  દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ કોડાયપુલ  પહોંચી હતી અને કોડાયપુલ પોલીસની મદદથી આરોપીને દબોચી લીધો હતો.