ભારાપરમાં આવેલી કંપનીમાં ટ્રકે અડફેટમાં લેતાં 35 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

  ભારાપરમાં આવેલી કંપનીમાં ટ્રકે અડફેટમાં લેતાં 35 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 11/12ના રોજ ભારાપરના સીમ વિસ્તારમાં આવેલી રેણુકા સુગર નામની કંપનીની અંદર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રામપરમાં રહેનાર પાંચા પરમાર નામનો યુવાન કંપનીમાં કામ કામ કરતો હતો તે સમયે પુરપાટ આવતી ટ્રકના ચાલકે તેને અડફેટમાં લેતાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધૂ તપાસ આદરી છે.