કંપનીઓમાં મજૂરોની સુરક્ષાનો મુદ્દો ફરી સપાટી પર : હાજીપીર નજીક આવેલ કંપનીમાં કામદાર વેલ્ડીંગ સમયે દાઝ્યો

copy image

copy image

કચ્છ જિલ્લાના હાજીપીર નજીક આવેલ એક ખાનગી કંપનીમાં કામદાર વેલ્ડીંગ સમયે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  હાજીપીર નજીક આવેલ નીલકંઠ નામની કંપનીના યોગી કન્ટ્રક્શનમાં રિતેશ સિધ્ધનાથ શર્મા વેલ્ડર તરીકે ફરજ બજાવે છે. જાણવા મળી રહ્યું છે કે આ યુવાન સવારના સમયે એક ડીઝલના ટેન્કરમાં વેલ્ડીંગ કરી રહ્યો હતો.તે દરમ્યાન અચાનક ધડાકો થવાને કારણે યુવાનને મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે તાત્કાલિક 108  દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.