આદિપૂરમાંથી જાહેરમાં આંકડો લેતો શખ્સ ઝડપાયો
આદિપુર શહેરમાં આવેલ મદનસિંહ સર્કલ નજીક જાહેરમાં આંકડો લેતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરના મદનસિંહ સર્કલ નજીક ગત દિવસે બપોરના સમયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ ઈશમ અહીં ઊભા રહી લોકો પાસેથી આંકડા લઇ પેન વડે કાર્ડમાં આંકડા લખી રહ્યો હતો. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સ પાસેથી રોકડ રૂા. 3910 તથા મોબાઇલ અને આંકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.