સસ્તા સોનાની લાલચે છેતરપિંડી આચારનાર આરોપી આગોતરા નામંજૂર
સૂત્રો જણાવી રહયા છે કે, સસ્તા સોનાની લાલચે છેતરપિંડી આચારનાર આરોપી શખ્સે કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નકારી દીધી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઈશમએ ઠગાઈ કરી મેળવેલા નાણાંમાંથી રૂા5લાખ પરત આપી દીધા ઉપરાંત બાકીની રકમ પરત કરવા ફરિયાદી સાથે સમાધાન થયું હતું, જે અંગે સોગંધનામું પણ રજૂ કરવામાં આવેલ હતું. કોર્ટે આરોપી શખ્સ પર આ જ પ્રકારના ગુના નોંધાયેલા હોવાથી આરોપી શખ્સનાં આગોતરા જામીન અરજી અસ્વીકાર કરી છે.