આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો સફેદ રણની મુલાકાતે
આજરોજ તા. ૧૫ ડિસેમ્બરના દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો ખાતે ક્રાફ્ટ બજાર/ફૂડ બજારની મુલાકાત લઈને પૂનમની રમણીય સાંજે સફેદ રણને નિહાળશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણના કલ્ચરલ પ્રોગ્રામમાં સહભાગી થઈને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને નિહાળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ભારતીય ટપાલ વિભાગના ‘રણોત્સવ ૨૦૨૪-૨૫’ થીમ આધારિત સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્પેશિયલ કેન્સલેશનનું વિમોચન કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે આ મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે.