ભચાઉ ખાતે આવેલ આંબલિયારામાં સાત શખ્સો દ્વારા બે યુવાન પર હુમલો કરી દેવાતા ફરિયાદ
ભચાઉ ખાતે આવેલ આંબલિયારામાં સાત શખ્સો દ્વારા બંને કાકા-ભત્રીજા પર હુમલો કરી દેવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ ગત તા. 12/12ના સાંજના સમયે બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદીના વાડામાંથી પુલ બનાવવાના લોખંડના સળિયા કોન્ટ્રાક્ટર ટેક્ટરચાલક લઈને નીકળ્યો હતો. તે સમયે રસ્તામાં આરોપી ઈશમે ટેક્ટરચાલક સાથે બોલાચાલી કરતાં ફરિયાદીએ ગાળો ન બોલવા જણાવ્યુ હતું. વધુમાં જાણવા મળી રહ્યુ છે કે, બાદમાં સાંજના સમયે લાકડી, કુહાડી હથિયારો સાથે લઈ આવેલા આરોપી શખ્સોએ ફરિયાદીની દુકાનમાં નુકસાન પહોંચાડયું હતું. ઉપરાંત ફરિયાદી અને ફરિયાદીના કાકા પર હુમલો કરી દીધો હતો જેથી તેઓ પણ ઘાયલ બન્યા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.