ભુજ શહેરમાં સામાન્ય મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું થતાં સામસામા પક્ષે ફરિયાદ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે ભુજ શહેરમાં સામાન્ય મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું થતાં ઘાયલ લોકોને સારવાર  અર્થે હોસ્પિટલ પહોંચાડાયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના કેમ્પ એરિયાના ડી.પી. ચોકમાં આ  બે જૂથો છરી-ધોકા સાથે આમને-સામને આવી જતાં ખૂબ મોટો ઝગડો થઈ ગયો હતો. આ મામલે પોલીસ મથકે નોંધાવવામાં ફરિયાદ અનુસાર  ફરિયાદી ફોનમાં વાત કરતા હતા, તે દરમ્યાન આરોપીએ ધીમેથી વાત કરવા કહેલ, જેથી ફરિયાદીએ કહ્યું કે, હું ધીમેથી જ વાત કરું છું.બાદમાં ઉશ્કેરાઈ ગયેલ આરોપી ઈશમે  ફરિયાદી તથા સાહેદને ધકબૂસટનો માર માર્યો હતો ઉપરાંત અન્ય  આરોપીએ સાહેદ લક્કીને જાંઘમાં છરી મારી ઇજા પહોંચાડી હતી અને અન્ય વ્યક્તિએ સાહેદ પ્રીતકોરને ધકબૂસટનો માર માર્યો હતો. જાણવા મળી રહ્યુ છે બીજી તરફ આ જ બનાવ મુદ્દે સામેના પક્ષે  પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે મુજબ જોરથી વાત કરવાની ના પાડતાં આરોપી એ ઉશ્કેરાઇ જઈ ગાળો આપી ધકબૂસટનો માર માર્યો હતો અને આરોપી લક્કીએ લોખંડનો પાઇપ માર્યો હતો. ઉપરાંત પાઈપ અને છરી વડે હુમલો કરી દેવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ મામલે પોલીસે સામસામા પક્ષે ફરિયાદ દાખલ કરી આગળની વધૂ તપાસ આરંભી છે.