30 હજાર વ્યાજે લીધેલ પૈસાના બદલામાં રૂા. 3,18,000 ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
ભુજમાં 30 હજાર વ્યાજે લીધેલ પૈસાના બદલામાં રૂા. 3,18,000 ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી મહિલાએ ઘરખર્ચ માટે દર મહિને ત્રણ હજાર વ્યાજે 30 હજાર રૂપિયા આરોપી શખ્સ પાસેથી લીધા હતા. આજ દિન સુધી તેમણે રૂા. 3,18,000 ચૂકવી દીધેલ હોવા છતાં આરોપીએ વધુ 30 હજારની માંગ કરી હતી અને બળજબરી કઢાવી લેવા ફોન પર ગાળો આપી ઉપરાંત ફરિયાદીના દીકરાને મારવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.