ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાયેલાં વાહનોને મશીનરીથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ
સૂત્રો જણાવી રહ્યા છે પોલીસ દ્વારા સરપટ નાકા નજીક બી-ડિવિઝન પોલીસ સ્ટેશન આસપાસ રાખવામા આવેલ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાયેલાં વાહનોને મશીનરીથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.જાણવા મળી રહ્યુ છે કે આ વાહનોની હાલત બદતર થતાં તથા અડચણરૂપ થતાં વાહનોને ફોર્કલિફ્ટ મશીનથી ખસેડાયાં હતાં. હાલના સમયે પડેલાં તમામ વાહનોને એક જ સ્થળે પાર્ક કરવા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પાછળના ભાગે ધરતીકંપથી ઊભેલી જર્જરિત વસાહત દૂર કરવા, જેલ અને જ્યુબિલી હોસ્પિટલના તૂટેલા બાંધકામને હટાવી પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. વાહનોને છોડાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા લોકો દ્વારા અનુરોધ કરાયો હોવાનું સામે આવ્યું છે.