મોડવદર રેલવે ફાટક નજીકથી પાંચ ખેલીઓની અટક
ગાંધીધામ ખાતે આવેલ મોડવદર રેલવે ફાટક નજીકથી પોલીસે પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત દિવસે રવિવારના સાંજના સમયે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન મોડવદર રેલવે ફાટક નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી 17,200નો મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.