ભુજનાં દાદા દાદી પાર્કમાં હાસ્ય પરિવાર સંઘની બેઠકમાં 45 વરિષ્ઠ નાગરિકોએ ગીતો ગાઇને અઢીસોથી વધુ ભુજ વાસીઓને મનોરંજન પીરસ્યું

તારીખ 15/12/24 રવિવારે ભુજનાં દાદા દાદી પાર્કમાં હાસ્ય પરિવાર સંઘ ની બેઠક માં 45 વરિષ્ઠ નાગરિકો એ ગીતો ગાઇને અઢીસો થી વધુ ભુજ વાસીઓ ને મનોરંજન પિરસ્યો સુંદર ગીત ગાનાર ને દાદ મળે એ તો સામાન્ય વાત છે પરંતુ હાસ્ય પરિવાર સંઘ દાદા દાદી પાર્કમાં વરિષ્ઠ નાગરિકો એ સ્વર,તાલ, લય કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન ધરાવતા ગાયકો ને પણ તાળીઓ નાં ગડગડાટ સાથે આનંદ થી બિરદાવી રહ્યા છે. હાસ્ય પરિવાર સંઘ અનેક સામાજિક કાર્યો કરેછે જેમ કે આયુર્વેદિય કેમ્પ, રાશનકાર્ડ KYC કેમ્પ, એક્ચ્યૂપ્રેસર કેમ્પ, યોગ દ્વારા રોગ હટાવો કેમ્પ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, રાશનકાર્ડ બનાવવામાં સરકારી અધિકારીશ્રીઓ ની મદદથી કાર્ય કરે છે . દર ગુરુવાર તથા રવિવારે સાંજે પાંચ વાગ્યે સેંકડો ની સંખ્યા માં વરિષ્ઠ નાગરિકો દાદા દાદી પાર્કમાં આનંદ મનાવે છે હાસ્ય પરિવાર સંઘ પ્રમુખ જગદીશભાઈ ગોર 9428234669