ઘરેથી સ્યુસાઈડ નોટ લખી ગુમ થયેલ યુવતીને શોધીને તેના માતા પિતાને પરત સોંપતી મુંદરા પોલીસ

મ.પાલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કારોડયા સાહબ બોડર રેન્જ ભુજ તથા પશ્વિમ કચ્છ ભુજના મે.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ- ભુજ તથા ના.પો.અધિ.શ્રી રવિરાજસિંહ ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ મિસિંગ થયેલ વ્યક્તીઓને શોધી કાઢી તેમના વાલી વારસાને પરત સોપવા સારૂ સુચના આપેલ.

ગઈ તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ અમદાવાદ ચાંદખેડા મધ્યે રહેતી આર્ચી ડો/ઓ શૈલેશભાઇ ગાંધી ઉ.વ.૨૩ વાળાઓ પોતાના ઘરે સ્યુસાઈડ નોટ લખી કોઇને કહ્યા વગર ઘરેથી જતી રહેલ હતી. જે અંગેની ગુમ નોંધ ચાંદખેડા પોલીસ સ્ટેશન જી.અમદાવાદ ખાતે દાખલ થયેલ હોઇ જે કિશોરીના માતા પિતાને આશંકા હોઇ કે પોતાની દિકરી મુંદરા ખાતે આવેલ છે. જે અંગેની જાણ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે આવી કરેલ હોઇ જે અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી આર.જે.ઠુંમર સાહેબ નાઓએ આ બાબતે કિશોરીની તપાસ કરવા સર્વેલન્સના કર્મચારીઓને બોલાવી યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા જણાવેલ જે અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. મથુરજી બી.કુડેચાનાઓએ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદ લઈ ગુમ થનાર કિશોરી મુંદરા ખાતે ઉમિયાનગર મધ્યેથી શોધી ગુમ થનાર કિશોરીનું કાઉન્સલીંગ કરી કિશોરીને પોલીસ સ્ટેશન લાવી ગણતરીની કલાકમા તેના વાલી વારસાને પરત સોંપવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ

આ સરાહનીય કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી આર.જે.હુંમર સાહેબ તથા સર્વેલન્સના કર્મચારીઓ જોડાયેલ હતા.