સુરજપર ગ્રાઉન્ડ ખાતે આયોજિત લેવા પટેલ ગર્લ્સ કિકેટ ટુર્નામેન્ટમાં કેરાની ટીમે બાજી મારી

તા,15,12,2024 ના રોજ સુરજપર ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ ગર્લ્સ કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં કેરા, સુરજપર, નારણપર, માનુકુવા, અને ભારાસર એમ 5 ગામની ટીમોએ ભાગ લીધો હતો 8 ઓવરની મેચના દિવસના ખેલ બાદ સુરજ પર અને કેરા ફાઇનલમાં પહોંચી હતી જેમાં કેરા ટીમે ટોસ જીત્યા બાદ બેટિંગ પસંદ કરી હતી અને 8 ઓવરમાં 78 રનનો ખડકલો કર્યો હતો જેમાં સુરજપર ટીમ 60 રને ઓલઆઉટ થઈ હતી જેથી કેરા ટીમનો 18 રનથી વિજય થયો હતો ત્યાર બાદ દાતાશ્રીઓ દ્વારા ટ્રોફી અને ઇનામ અપાયા હતા તો મેચમાં બેસ્ટ પ્રફ્રોમ્સ આવૃતિ ભોજાણી રઈ હતી બેસ્ટ પ્લેયર અનસી રાબડીયા બેસ્ટ ફિલ્ડર પ્રિયા રાબડીયા, પ્રિયાંશી ભુવા તેમજ દરેક ખેલાડીએ સારી મહેનત કરી હતી તેવું ટીમના કોચ રાજ વરસાણી એ જણાવ્યું હતું