*ભુજ નગરપાલિકા દ્વારા દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમીતે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.”

IMG-20241215-WA0009

આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમીતે બી.એમ પંપ પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત પ્રસંગે શ્રધ્ધાસુમન આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે દેશના લોખંડી પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમીતે તેમને કોટી કોટી વંદન કરું છું અને નગરજનો વતી નગરપતિ તરીકે શ્રધ્ધાસુમન કરવાની તક મળી છે તે બદલ ધન્યતા અનુભવું છું.

ઉપરોક્ત પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ શહેર ભાજપના પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ નગરપાલિકાના નગરસેવક ધીરેનભાઈ લાલન, શહેર સંગઠનના હંદિદારો તેમજ સામાજીક આગેવાન દર્શકભાઈ અંતાણી, દિલીપભાઈ ઠક્કર, તેમજ અનવર નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.