પેટ્રોલિંગ દરમ્યાન લુણા ટાપુ પર ગેરકાયદે રીતે માછીમારી કરતી બોટ ઝડપાઈ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન લુણા ટાપુ પર ગેરકાયદે રીતે માછીમારી કરતી બોટ પકડી ચાર માછીમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે એસઓજી અને જખૌ મરીન પોલીસ જખૌ વિસ્તારમાં લુણા ટાપુ બાજુ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન લુણા ટાપુ પર ‘સિકંદર’ નામની બોટ મળી આવતા તેના અસલ કોલ લાયસન્સ તથા ઓનલાઈન ટોકન માગતાં અસલ કોલ લાયસન્સ ન હતું. બાદમાં કાર્યવાહી હાથ ધરી અને બોટ પર સવાર ચાર માછીમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.