મોરબીના રહેણાક મકાનમાંથી દારૂની ૧૮૯ બોટલ સાથે એક ઈશમ ઝડપાયો

copy image

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ એક રહેણાક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, અહીથી પોલીસે દારૂની જુદી જુદી બ્રાંડની ૧૮૯ બોટલ કબ્જે કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકી પાસે રહેતા અજીત બણોધરાના મકાનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૮૯ કીમત રૂ. ૯૧,૪૬૭ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ. ૯૬,૪૬૭ ના મુદામાલ હસ્તગત કર્યો છે. પોલીસે આ સ્થળ પરથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.