ગોંડલમાં બંધ મકાનમાંથી રોકડ 1.49 લાખની ચોરી કરી તસ્કરો થયા ફરાર
ગોંડલમાંથી બંધ મકાનમાંથી રોકડ રૂ.1,49,000 સાથેની સુટકેસની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોંડલમાં આવેલ સરગમ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા અને મજુરીકામ કરતા મુળ નૌસાદ આઝાદભાઇ ચૌધરી દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી બહાર ગયેલ હતા તે સમયે બંધ મકાનમાંથી રુમની બારી ખોલી રુમમાં રહેલી રોકડ સાથેની સુટકેસની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.