500ના દરની 247 નકલી નોટો સાથે મધ્યપ્રદેશથી આવેલા 6 આરોપીઓને પોલીસે ઝડપ્યા

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે કે 500ના દરની 247 નકલી નોટો સાથે મધ્યપ્રદેશથી આવેલા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હીમાં રૂપિયા 100ના દરની નોટો વટાવવામાં સફળ થતાં આરોપીઓએ રૂપિયા 500 ની નોટો છાપી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ સોલા પોલીસે ચાણક્યપૂરી શાકમાર્કેટમાંથી રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે 6 આરોપીઓની અટક કરી છે. પકડાયેલ આરોપી શખ્સો મધ્યપ્રદેશના ભિન્ડ જિલ્લાના વતની હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરતા આરોપીઓ રૂપિયા 500ની નોટને સ્કેન કર્યા બાદ કલર પ્રિન્ટમાં પ્રિન્ટ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદમાં તેના પર ગ્રીન પટ્ટી લગાવી દેતાં હતા. મધ્યપ્રદેશથી તેઓ માત્ર નોટો વટાવવા માટે અહી આવ્યા હોવાનું પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ ઉત્તરપ્રદેશનો શખ્સ છે, જેને હાલમાં આ કેસમાં વોન્ટેડ જાહેર કરી દેવાયો છે. જાણવા મળી રહ્યું છે કે અગાઉ આ  શખ્સોએ રૂપિયા 100 દરની ચલણી નોટો છાપી હતી 25 જેટલી નોટો દિલ્હી ખાતે જઈને વટાવી હતી જ્યારે બાકીની 35 નોટો આરોપીઓએ તેમના જ વતનમાં વટાવી દીધી હતી. 100ની નકલી નોટો વટાવવામાં સફળ થતા 500ની નકલી નોટો છાપી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.