અંજાર ખાતે આવેલ લાખાપર ગામની સીમમાં ગેરકાયેદસર ખનન કરતાં વાહનો કરાયા જપ્ત : 60 લાખનો મુદ્દામાલ કબ્જે
અંજાર ખાતે આવેલ લાખાપર ગામના સીમ વિસ્તારમાં રોયલ્ટી ચોરીનું કૌભાંડ ઝડપાયું હોવાનું સામે આવી રહ્યું છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ડમ્પર, હિટાચી, માટી વગેરે મળી અંદાજિત 60 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ મામલે સૂત્રોમાંથી મળતી અંજારનાં લાખાપર ગામની સીમમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીથી ગેરકાયેદસર રીતે માટી અને મોરમનું ખોદકામ થઈ રહ્યું હતું. પૂર્વ કચ્છ ભૂસ્તર શાખાની ટીમે બે શખ્સ પાસેથી ડમ્પર, હિટાચી મશીન વગેરે મળી અંદાજિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.