મુન્દ્રામાં સગીરાની છેડતી કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

મુંદ્રાના એક ગામમાં ટીવી જોવાના બહાને સગીરાની છેડતી કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત શુક્રવારે ફરિયાદીની સગીરવયની દીકરી ઘરે એકલી હતી તે દરમ્યાન તેની એકલતાનો લાભ લઈ ટીવી જોવાના બહાને આવી આરોપી શખ્સએ બદકામ કરવાના ઈરાદે સગીરા સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જે અંગે ભોગ બનનાર સગીરના પિતાએ આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.