ધોરડો-હોડકો વચ્ચે કિઆ અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત : સાત ઘાયલ
copy image

ધોરડો-હોડકો વચ્ચે કિઆ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકો ઘાયલ બન્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/12ના સાંજના સમયે ધોરડો-હોડકો વચ્ચે બોલેરો અને કિઆ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરોમા સવાર સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલ થયેલ લોકોને 108 મારફતે તેઓને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.