ઘડૂલી રાયકાનગર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ખાસ મિત્રોના મોત

copy image

copy image

ઘડૂલી રાયકાનગર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં  બે મિત્રોના મોત  નિપજ્યાં હોવાનો કરૂણ બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માત ગત તા. 16-12ના રાત્રે ત્રણેક વાગ્યાના સમયે સર્જાયો હતો. હતભાગી પ્રફુલભાઇ અને તેમની સાથે તેમના ખાસ મિત્ર એવા જુણાચાયના હઠુભા જાડેજા ઉમરસરની જીએમડીસી માઇન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. આ બંને ખાસ મિત્રો હઠુભાની બાઇક પર દયાપરથી ઉમરસર નોકરી પર જઇ રહ્યા હતા. તે દરમ્યાન ઘડુલી નજીક પહોંચતા ત્યાં ઉભેલા ટ્રેઇલરના પાછળના ઠાંઠાંમાં બાઇક ટકરાતાં આ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે આ બંને ખાસ મિત્રોના મોત નિપજ્યા હતા. પવનચક્કીનો સરસામાન ભરી બેદરકારીપૂર્વક રોડ પર પાર્ક કરી રાત્રિના સમયે કોઇ ચેતવણીના સરસામાન આ ટ્રેઇલરની આસપાસ ન ગોઠવનાર ટ્રેઇલરના ચાલક તથા આઇનોક્ષ વિન્ડ કંપનીના જવાબદાર વ્યક્તિ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.