જિલ્લા શિક્ષણ-તાલીમ ભવનના ગેટ પર કચરાના ઢગલાએ ઘર કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા
સૂત્રો જણાવી રહ્યા છે ભુજમાં મિડલ સ્કૂલ તરીકે ઓળખાતા મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ-તાલીમ ભવનના ટ્રાફિક પોલીસ ચોકી નજીક અને બસપોર્ટ સામેના ગેટ પર કચરાના ઢગલાએ ઘર કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જાણવા મળી રહ્યું છે કે શાક- બકાલાવાળાના પાથરણાં, લારી અને કચરાના ઢગલાઓ અહી ખડકાયા છે. અહીં શિક્ષણના અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે અને જિલ્લાના શિક્ષકો તથા બી.એડ. તાલીમાર્થીઓની નિયમિત અવરજવર હોય છે, પરંતુ લારી-ગલ્લા અને તેના લીધે થતા કચરાથી લોકને હલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.