સીએનજી ભરાવવા આવેલ મીની વેનમાં શોર્ટસર્કીટને કારણે આગ ભભૂકી ઉઠી : પેટ્રોલપંપ પાસે આગ લાગી હોવા છતાં અસરકારક સાધનોનો અભાવ
મુન્દ્રામાં શક્તિ નગરથી ઝીરો પોઇન્ટ વચ્ચે આવેલા ભારત પેટ્રોલિયમના પેટ્રોલપંપ પર સીએનજી ભરવા આવેલી મીની વેનમાં શોર્ટસર્કીટને કારણે આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ મામલે સૂત્રોમાંથી ગત દિવસે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. આ બનાવમાં આશ્ચર્યમાં મૂકી દે એવી બાબત સામે આવી હતી કે પેટ્રોલપંપ પાસે આગ લાગી હોવા છતાં આગને કાબુમાં લેવા કોઇ અસરકારક સાધનો જણાયા ન હતાં. અગ્નિશામક યંત્ર વડે કોશિશ કરવામાં આવી હતી પરંતુ તે પુરતા સાબિત થયા ન હતાં. જાણવા મળી રહ્યું છે કે અડધી કલાક સુધી કાર બળતી રહી છે. અગ્નિશામક દળ આવ્યુ ત્યાં સુધી કાળ સંપૂર્ણ પણે સળગીને ભષ્મ બની ચૂકી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.