ગાંધીધામમાં પાંચ વર્ષીય બાળકી સાથે અડપલાં કરનાર આરોપી પાંચ વર્ષ માટે જેલના હવાલે
copy image

ગાંધીધામમાં પાંચ વર્ષીય બાળકી સાથે અડપલાં કરનાર આરોપી શખ્સને કોર્ટે પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વિસ્તારમાં ગત વર્ષે આ બનાવ બન્યો હતો.આરોપી શખ્સે પાંચ વર્ષીય એક માસૂમ બાળકીને રિક્ષામાં બેસાડી તેની સાથે અડપલાં કર્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં ગત તા. 29/9/2023ના રોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપી શખ્સની અટક કરી તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.કોર્ટે આ કેસમાં તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને ગુનાહગાર ઘોષિત કરી કુલ પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા કુલ રૂા. 16000નો દંડ ફટકાર્યો હતો.ઉપરાંત ભોગ બનનારને 50,000 વળતર ચૂકવવાનો આદેશ કરાયો હતો.