બે દિવસ પૂર્વે ગળે ફાંસો ખાઈ લેનાર યુવાને સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા

dead-body-floor-60202053

copy image

copy image

બે દિવસ અગાઉ ભુજમાં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરેલ હતો જેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 15/12ના સાંજના સમયે ભુજમાં આવેલ જૂની રાવલવાડીમાં રહેતા મૂળ વ્યાર, નખત્રાણાના 25 વર્ષીય યુવાન પ્રવીણ ગોવિંદ જેપારે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ગત દિવસે સારવાર દરમ્યાન આ યુવાને અંતિમ શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.